Tuesday, March 3, 2020

શું stress લેવાથી વાળ સફેદ થાય છે ?

માથાના વાળ સફેદ થવા પાછળનું એક કારણ ‘તણાવ’ છે. બ્રાઝિલની સાઓ પાઉલો અને અમેરિકાની હાર્વર્ડ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોના એક રિસર્ચમાં આ વાત સામે આવી છે. ‘નેચર’ નામની મેડિકલ જર્નલમાં પ્રકાશિત થયેલાં રિસર્ચ મુજબ શરીરમાં રહેલાં સ્ટેમ સેલ (કોશિકાઓ) ચામડી અને વાળના રંગ માટે જવાબદાર હોય છે. તણાવને લીધે આ કોશિકાઓની કાર્યપ્રણાલી પર અસર પડે છે. તેને લીધે વાળના રંગ પર અસર પડે છે.



ઉંદરો પર રિસર્ચ કરવામાં આવ્યું
આ રિસર્ચ ઉંદરો પર કરવામાં આવ્યું હતું. રિસર્ચમાં જોવા મળ્યું કે શરીર પર કાળા રંગ ધરાવતા ઉંદરો કેટલાક અઠવાડિયાં સુધી તણાવમાંથી પસાર થયા તો તેમના શરીર પર રહેલાં વાળનો રંગ સફેદ થવા લાગ્યો હતો. રિસર્ચર્સ વધતી ઉંમર સાથે વાળને સફેદ થતા રોકે તેવી દવા વિકસાવી રહ્યા છે. રિસર્ચમાં સામેલ વૈજ્ઞાનિકો અનુસાર 30 વર્ષની ઉંમર પછી મહિલા અને પુરુષ બંનેમાં સફેદ વાળ આવવાની શરૂઆત થઈ જાય છે. કેટલાક લોકોમાં તે જિનેટિક હોય છે જ્યારે કેટલાકે કિસ્સાઓમાં તણાવ જવાબદાર હોય છે.


તણાવને લીધે માત્ર માથાના વાળનો રંગ જ કેમ સફેદ થાય છે તેનું ચોક્કસ કારણ વૈજ્ઞાનિકો જાણી નથી શક્યા. મિલેનોસાયટ કોશિકા મિલેનિનનું નિર્માણ કરે છે. વાળ અને ચામડીનો રંગ કેવો હશે તે મિલેનિન નક્કી કરે છે. ઉંદરો પર કરવામાં આવેલાં રિસર્ચ પરથી માલુમ પડ્યું કે તણાવની પરિસ્થિતિમાં ઉંદરોમાં એડ્રિનેલિન અને કાર્ટિસોલ હોર્મોન રિલીઝ થયા હતા અને હૃદયના ધબકારાં વધ્યા હતા તેમજ તેમનું બ્લડ પ્રેશર પણ વધી ગયું હતું. તેનાથી નર્વસ સિસ્ટમ પ્રભાવિત થાય છે.

રિસર્ચથી જોડાયેલા પ્રોફેસર સૂનું કહેવું છે કે, સતત તણાવની પરિસ્થિતિમાં વાળમાં મિલેનિનનું નિર્માણ કરતી કોશિકાઓ નિષ્ક્રિય બને છે. તણાવની આખા શરીર પર નકારાત્મક અસર થાય છે. આશા રાખેલાં પરિણામ કરતાં રિસર્ચમાં સામે આવેલ પરિણામો ખરાબ છે.

નુકસાન પહોંચાડતા પ્રોટીનને રોકવાની તૈયારી
રિસર્ચમાં સામેલ ઉંદરો અને સામાન્ય ઉંદરોનાં જનીનના અભ્યાસમાં સામે આવ્યું કે સાયક્લિન ડિપેંડેંટ કાઈનેઝ નામનું ખાસ પ્રોટીન વાળનો રંગ બદલવા માટે જવાબદાર છે. આ પ્રોટીનને ઉત્પન્ન થતાં રોકવા માટે વૈજ્ઞાનિકો દ્વારા પ્રયોગ કરવામાં આવ્યો હતો. આ પ્રયોગ દરમિયાન ઉંદરોને બ્લડ પ્રેશર સામાન્ય કરવા માટે એન્ટિ હાઈપરટેન્સિવ દવા આપવામાં આવી હતી. આ દવાને લીધે પ્રોટીનનું સ્તર ઘટ્યું હતું અને સ્ટેમ કોશિકાઓ ઓછી પ્રભાવિત થઈ હતી. આ પ્રોટીનને ઓછું કરવા માટે વૈજ્ઞાનિકો નવી દવાની શોધ કરી રહ્યા છે.

એપેન્ડિક્સ ના લક્ષણો શુ હોય શકે છે.

અપેન્ડિક્સને લીધે શરીરમાં અનેક પ્રકારની સ્વાથ્યને લગતી સમસ્યાઓ ઊભી થતી હોય છે. અપેન્ડિક્સમાં અપેન્ડિક્સાઈટિસ (અપેન્ડિક્સમાં આવતો સોજો) એક સાધારણ સમસ્યા છે. તેને લઈને બેદરકારી રાખવાથી અપેન્ડિક્સ જીવલેણ સાબિત થઈ શકે છે. તેની સારવાર કરાવવી આવશ્યક છે.

અપેન્ડિક્સ એટલે શું ?
આ એક વેસ્ટેજિયલ અંગ છે. અર્થાત એક એવું અંગ જે શરીર માટે અગત્યનું નથી. અપેન્ડિક્સ નાનાં અને મોટાં આંતરડાંની વચ્ચે થતું જોવા મળે છે. તેનો આકાર અળસિયા જેવો હોય છે. સામાન્ય રીતે તેની લંબાઈ 7થી 10 સેન્ટિમીટરસુધીની હોય છે.



અપેન્ડિક્સાઈટિસ
પેન્ડિક્સમાં આવતા સોજાને અપેન્ડિક્સાઈટિસ કહેવામાં આવે છે. તેનાં મુખ્યત્વે 2 કારણ હોઈ શકે છે: 1.ઇન્ફેક્શન 2. અપેન્ડિક્સ ફસાઈ જવાથી. ડાયટમાં ફાઈબરયુક્ત ખોરાકની ઊણપ તેનું મુખ્ય કારણ છે. આંતરડાંનાં કેન્સરને લીધે પણ અપેન્ડિક્સાઈટિસ થાય છે. જોકે આ સમસ્યા કોઈ પણ ઉંમરે થઈ શકે છે પરંતુ 10થી 30 વર્ષની વયે તેની સંભવના વધારે હોય છે.

લક્ષણો
અપેન્ડિક્સાઈટિસનું લક્ષણ પેટની જમણી બાજુએ થતો દુખાવો છે. સામાન્ય રીતે આ દુખાવો નાભિની આસપાસથી શરૂ થાય છે અને પછી જમણી બાજુએ પહોંચી જાય છે. આ દર્દ સામાન્યથી લઈને અસહનીય હોઈ શકે છે. આ દુખાવો ઉધરસ ખાવવાથી અને હસવા પર વધે છે. પ્રેગ્નન્સી દરમિયાન આ દુખાવો પેટના ઉપરના ભાગે થાય છે. પેટ ફૂલી જવું, ઉલટી થવી, અપચો થવો, ઓછી ભૂખ લાગવી સહિતનાં અનેક લક્ષણો પર અપેન્ડિક્સ તરફ ઈશારો કરે છે.

આ લક્ષણોની જાણ થતાં જ તરત ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ. અપેન્ડિક્સની ઓળખ માટે બ્લ્ડ ટેસ્ટ, યુરિન ટેસ્ટ અને સોનોગ્રાફી કરવામાં આવે છે. આ સિવાય MRIથી પણ તેની ઓળખ કરી શકાય છે.

ઓપરેશન
અપેન્ડિક્સની ઓળખ થતાં જ ઓપરેશન કરાવવું જરૂરી છે. અપેન્ડિક્સની કાયમી સારવાર ઓપરેશન છે. ઓપરેશન ન કરાવવાથી એપેન્ડિક્સમાં વારંવાર સોજો આવવાનું જોખમ વધી જાય છે. તેનાથી અપેન્ડિક્સ ફૂટી જવાની સંભાવના વધે છે. અપેન્ડિક્સ ફૂટી જવાથી તેનું ઈન્ફેક્શન આખા પેટમાં ફેલાય છે, જે જીવલેણ સાબિત થઈ શકે છે.

અપેન્ડિક્સનું ઓપરેશન 2 પ્રકારે કરવામાં આવે છે: 1. ઓપન સર્જરી 2. દૂરબીન સર્જરી. જોકે આજકાલ લેપ્રોસ્કોપિક પદ્ધતિનું ચલણ વધારે છે. આ પદ્ધતિમાં નાના નાના ચીરા કરીને ઓપરેશન કરવામાં આવે છે. લેપ્રોસ્કોપિક પદ્ધતિથી ઓછી પીડા થાય છે. કઈ પદ્ધતિથી ઓપરેશન કરાવવું જોઈએ તે નિર્ણય ડોક્ટરની સલાહ લઈને જ કરવો જોઈએ.

દર રોજ કેટલા પગલાઓ ચલવુ જરુરી છે

સ્વસ્થ જીવન માટે વજન નિયંત્રણમાં હોવું અનિવાર્ય છે. તેના માટે વોકિંગ સાથે એક્સર્સાઇઝ કરવી પણ આવશ્યક છે. બ્રિટનમાં થયેલાં એક રિસર્ચ મુજબ દિવસ દરમિયાન 10 હજાર સ્ટેપ્સ ચાલવાથી સ્વાસ્થ્ય સારું રહે છે પરંતુ વજન ઘટતું નથી.




રિસર્ચ
બ્રિટનની બ્રિઘમ યંગ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ 120 કોલેજના વિદ્યાર્થીઓ પર રિસર્ચ કર્યું હતું. રિસર્ચમાં 6 મહિના સુધી આ તમામ વિદ્યાર્થીઓને 3 કેટેગરીમાં વહેંચવામાં આવ્યાં હતા. તેમાંથી 2 ગ્રૂપને અઠવાડિયાંના 6 દિવસોમાં 10 હજાર સ્ટેપ્સ ચાલવા માટે કહેવામાં આવ્યું હતું. બીજા ગ્રૂપને અઠવાડિયાંના 6 દિવસોમાં 12 હજાર સ્ટેપ્સ અને ત્રીજા ગ્રૂપને 15 હજાર સ્ટેપ્સ ચાલવા માટે કહેવામાં આવ્યું હતું. રિસર્ચ દરમિયાન તમામ વિધાર્થીઓનાં વજન અને કેલરી બર્નનું અવલોકન કરવામાં આવ્યું હતું.

પરિણામ
રિસર્ચમાં 10 હજાર સ્ટેપ્સ ચાલવાથી વજન ઘટે છે કે નિયંત્રણમાં રહે છે તેનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. રિસર્ચમાં પુરવાર થયું કે જે લોકો 15 હજાર સ્ટેપ્સ ચાલ્યા હતા તેમનાં વજનમાં વધારો જોવા મળ્યો હતો. રિસર્ચમાં સામેલ પ્રોફેસર બ્રૂસ બેલીના જણાવ્યા અનુસાર, શરૂઆતમાં વિદ્યાર્થીઓનું વજન 1થી 4 કિલો વધતું જોવા મળ્યું હતું. જે વિદ્યાર્થીઓ 15 હજાર સ્ટેપ્સ ચાલતા હતા તેમના વજનમાં પણ વધારો જોવા મળ્યો હતો. રિસર્ચમાં પુરવાર થયું કે વધારે સ્ટેપ્સ ચાલવાથી શરીરની ફિઝિકલ એક્ટિવિટી વધે છે પરંતુ વજન નિયંત્રણમાં રહેતું નથી.

શું stress લેવાથી વાળ સફેદ થાય છે ?

માથાના વાળ સફેદ થવા પાછળનું એક કારણ ‘તણાવ’ છે. બ્રાઝિલની સાઓ પાઉલો અને અમેરિકાની હાર્વર્ડ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોના એક રિસર્ચમાં આ વાત સામ...